Sunday - Apr 19, 2026

વાંકાનેરના ચંદ્રપુર ગામે ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર બે ઝડપાયા

વાંકાનેરના ચંદ્રપુર ગામે ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર બે ઝડપાયા

મોરબી : વાંકાનેરના ચંદ્રપુર ગામે નદીવાળી સીમથી ઓળખાતી સીમની વાડીમાથી બે ૫-હોર્ષ પાવરની ઇલેક્ટ્રીક મોટરો(ઓપનવેલો)નો અનડીટેક્ટ ચોરી ગણતરીની કલાકોમા ભેદ ઉકેલી નાખીને વાંકાનેર સીટી પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા.

વાંકાનેર સીટી પો.સ્ટે.ના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય તે દરમ્યાન પો.હેડ કોનસ.નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ ધર્મરાજભાઈ ગઢવીને ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર સીટી પો.સ્ટેમાં નોંધાયેલા વાંકાનેરના ચંદ્રપુર ગામે ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર  આરોપીઓ મુદ્દામાલ સાથે મોટરસાઈકલમાં આવનાર હોય તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકતના આધારે વાંકાનેર નવાપરાના નાકા મુકામે વોચ તપાસ રહેતા હરીકત વાળા ઈસમો દિલીપભાઇ પરસોત્તમભાઇ ચારોલીયા,નરેશભાઇ કેશાભાઇ ચારોલીયા ચોરાઉ મુદ્દામાલ સાથે મળી આવતા બન્નેને ઝડપી લીધા હતા.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એચ.વી ઘેલા તથા પો.સબ.ઈના વી.કે મહેશ્વરી તથા પો.હેડ.કોન્સ. મુકેશભાઇ ચાવડા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ ધર્મરાજભાઈ ગઢવી તથા તાહજુરીનભાઈ શેરસીયા તથા દર્શિતભાઈ વ્યાસ તથા દિનેશભાઈ સોલંકી તથા છનાભાઈ રોજાસરા નાઓ જોડાયેલ હતા.