Tuesday - Apr 21, 2026

મોરબીમાં 26 વર્ષથી પ્રાચીન ઢબે યોજાતા ફ્રી સ્ટાઇલ "માં નવરાત્રિ મહોત્સવ"મા ની શુલ્ક પ્રવેશ

મોરબીમાં 26 વર્ષથી પ્રાચીન ઢબે યોજાતા ફ્રી સ્ટાઇલ

મોરબી : મોરબી શહેરના ઉમા ટાઉનશિપના મેઈન ગેઈટ સામે આવેલા સાંઈ બાગ ખાતે આગામી તારીખ 3 ઓક્ટોબર થી 11 ઓક્ટોબર સુધી એકદમ પ્રાચીન ઢબે પણ ફ્રી માં નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવમાં કોઈપણ ફી લીધા વિના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને મન મૂકીને દરરોજના દીકરીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ એકદમ સુરક્ષિત વાતાવરણ રાસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે.

વર્ષ 1998થી યોજાતા આ મા નવરાત્રિ મહોત્સવનું આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 26 વર્ષથી યોજાતા મા નવરાત્રિ મહોત્સવમાં કોઈપણ જાતની એન્ટ્રી ફી લીધા વગર તમામ જ્ઞાતિના લોકોને રાસ-ગરબા રમવા માટે પ્રવેશ આપવામાં આવે છે. ભાગ લેનાર ખેલૈયાઓમાંથી પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ, જનરલ નોલેજ, વેશભુષા વગેરે કેટેગરીમાં દરરોજ 25 ઈનામો આપવામાં આવે છે. સાથે જ સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી વધુ 451 નાની બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવે છે. બહેનો અને માતાઓને ગરબા રમવા માટે અલગ ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ નાત જાતના ભેદભાવ વગર દીકરીઓ રાસ ગરબે રમે છે. ફ્રી સ્ટાઇલ ગરબા હોવા છતાં એકપણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી અને ફિલ્મી ગીતો પણ પણ ગવાતા નથી એકદમ પ્રાચીન રાસ ગરબે રમીને માતાજીની ભક્તિ કરાઈ છે તેવું આયોજક જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.