મોરબ: તા.૧૪ નવેમ્બર, ૨૦૨૫
[સ્થળ]: મુ. લખધીરનગર (નવાગામ), શ્રી બહુચરાજી માતાજી મંદિર, મોરબી જિલ્લાના લખધીરનગર (નવાગામ) ખાતે ફેફર પરિવાર દ્વારા શ્રી બહુચરાજી માતાજીના ૨૦મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઉમિયા માતાજી, શ્રી બહુચરાજી માતાજી અને શ્રી સુરાપુરા દાદાજીની કૃપાથી આ શુભ પ્રસંગની ઉજવણી કરવામાં આવશે.
આ ચંડી હવન સંવત ૨૦૮૨ કારતક વદ -૧૦ ને શુક્રવાર,તા.૧૪-૧૧-૨૦૨૫ ના રોજ શ્રી બહુચરાજી માતાજીના મંદિરે રાખેલ છે. આ શુભ પ્રસંગે તમામ લોકોને જે મોરબી કે બીજા શહેરમાં રહેતા હોય તે તમામ પરિવારને સહપરિવાર દર્શન અને મહાપ્રસાદ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમ ની રૂપરેખા:
યજ્ઞ પ્રારંભ સવારે: શુભ ચોઘડીએ, શ્રીફળ હોમ બપોરે: ૩:૩૦ કલાકે,શોભાયાત્રા બપોરે: ૪:૦૦ કલાકે,મહા આરતી સાંજે: ૬:૩૦ કલાકે,મહાપ્રસાદ સાંજે: ૭:૦૦ કલાકે,રાસ ગરબા રાત્રે: ૯:૩૦ કલાકે રાખેલ છે.
વધુમાં, તમામ પરિવારોને ખાસ જણાવવામાં આવ્યું છે કે મહાપ્રસાદ લેવા માટે સાંજે ૭:૦૦ કલાકે સહપરિવાર બધાએ હાજર રહેવું. Mo.૯૬૩૮૩૩૦૦૩૯, ૯૮૨૫૫૩૧૦૩૯
આ સંપૂર્ણ આયોજન અને આમંત્રણ ફેફર પરિવાર (રમેશભાઈ બચુભાઈ ફેફર, ગૌરવભાઈ રમેશભાઈ ફેફર, અ.સૌ. રસીલાબેન રમેશભાઈ ફેફર, અ.સૌ. પ્રિયાબેન ગૌરવભાઈ ફેફર) દ્વારા આપવામાં આવ્યું છે.