મોરબી : મોરબી હળવદ હાઇવે પર ઉંચી માંડલ ગામ નજીક ગેરેજ ધરાવતા મૂળ હળવદ તાલુકાના કીડી ગામના વતની અને હાલમાં મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાં રહેતા જયેશભાઇ મનસુખભાઇ ઝાલોડિયા ગત તા.31ના રોજ બાઇક લઈ મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાં આવેલ પોતાના ઘેર જતા હતા ત્યારે ઉંચી નીચી માંડલ વચ્ચે જીજે - 03 - એચએ - 3244 નંબરના સ્વીફ્ટ કારના ચાલકે જયેશભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા જયેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ સ્વીફ્ટ કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ મેહુલભાઈ મનસુખભાઇ ઝાલોડિયાએ સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.