ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ.. દર વર્ષની જેમ આ વર્ષે એટલે સતત 26માં વર્ષે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 સપ્ટેમ્બરના રોજ મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ પગપાળા રવાના થશે.જેમાં મોરબીથી મોટી સંખ્યામાં પદયાંત્રિકો જગત જનની મા અંબાના ગુણગાન ગાતા ગાતા રવાના થઈ અનેક કષ્ટો વેઠી માતાજીના દરબારમાં પહોંચી શીશ ઝુકાવશે. પદયાંત્રિકોની સેવા માટે ઠેરઠેર સેવા કેમ્પ યોજાશે. આ અંગે વધુ માહિતી માટે ચુનિભાઈ ઠોરિયાનો મો. 8758980126 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.