Saturday - May 02, 2026

મોરબીના સિરામિક ટ્રેડર્સ ઉત્પાદકો સમાન MSMEના તમામ લાભોથી વંચિત

મોરબીના સિરામિક ટ્રેડર્સ ઉત્પાદકો સમાન MSMEના તમામ લાભોથી વંચિત

સિરામિક ટ્રેડિંગ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટે કેન્દ્રીય MSME મંત્રીને 5 મુખ્ય મુદ્દે રજુઆત કરી

મોરબી : ગુજરાતનું મોરબી શહેર 'સિરામિક સિટી' તરીકે વિશ્વવિખ્યાત છે, જેના વિકાસમાં ઉત્પાદકોની સાથે નાના અને મધ્યમ ટ્રેડર્સનો ફાળો પણ અત્યંત મહત્વનો રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેડર્સને MSME નોંધણીમાં સમાવવામાં આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સિરામિક ટ્રેડર્સને હજુ પણ ઉત્પાદકોની સમકક્ષ લાભો મળતા ન હોવાથી મોરબી સિરામિક ટ્રેડિંગ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ મેહુલ એમ. ગાંભવા દ્વારા કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) ના મંત્રીને પત્ર લખીને તમામ લાભો આપવાની રજૂઆત કરવામાં આવી છે.

મોરબીના હજારો પરિવારો સીરામીક ટેડર્સ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો ટ્રેડર્સને પણ ઉત્પાદકોની સમકક્ષ તમામ MSME લાભો મળશે, તો આ વ્યવસાય વધુ સંગઠિત બનશે અને દેશના GDP માં મોટું યોગદાન આપશે. મોરબીના સિરામિક ટ્રેડર્સ દ્વારા ધિરાણ અને વ્યાજમાં રાહત સિરામિક ટ્રેડિંગમાં મોટા વર્કિંગ કેપિટલની જરૂર હોય છે. ટ્રેડર્સને 'Priority Sector Lending' હેઠળ ઓછા વ્યાજદરે અને કોલેટરલ ફ્રી લોનની સુવિધા વધુ સુલભ બનાવવામાં આવે. MSME Samadhaan (પેમેન્ટ સિક્યોરિટી): ટ્રેડિંગ ક્ષેત્રમાં પેમેન્ટ ફસાઈ જવાની સમસ્યા ખૂબ જ રહે છે. ટ્રેડર્સને પણ 'MSME Samadhaan' પોર્ટલ દ્વારા કાયદેસરનું રક્ષણ અને સમયસર પેમેન્ટ મળે તેવું કડક અમલીકરણ જરૂરી, સરકારી સબસિડી ટ્રેડિંગ એકમોને પણ આધુનિક સોફ્ટવેર, ડિજિટાઈઝેશન અને વેરહાઉસિંગ મજબૂત કરવા માટે મળતી વિવિધ સ્કીમોનો લાભ સરળતાથી મળવો જોઈએ. માર્કેટિંગ સહાય નાના ટ્રેડર્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવા માટે MSME ની માર્કેટિંગ આસિસ્ટન્સ સ્કીમનો લાભ આપવામાં આવે.વીજળી અને ટેક્સમાં રાહતમાં વેરહાઉસ કે ઓફિસ ધરાવતા ટ્રેડિંગ એકમોને પણ ઉદ્યોગના દર મુજબ વીજળી અને સ્થાનિક ટેક્સમાં છૂટછાટ મળવી જોઈએ તેવી માંગ કરાઈ છે.