ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે શહેરની હરિઓમ સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ તેમજ દેશી મદિરાના અલગ અલગ બ્રાન્ડના 384 ચપલા સાથે એક આરોપીને ઝડપી લઈ વિદેશી દારૂનો જથ્થો આપનાર આરોપીનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
ટંકારા શહેરમાં હરિઓમ સોસાયટીમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ મગનભાઈ પટેલ ઉ.વ.50ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંકમાંથી વિદેશી દારૂ તેમજ ઓરેન્જ ફ્લેવર દેશી મદિરાના અલગ અલગ બ્રાન્ડના 180 મીલી માપના 384 ચપલા કિંમત રૂ.57,600 મળી આવતા પોલીસે આરોપીનો એક મોબાઈલ કિંમત રૂ.5000 સહિત કુલ રૂ.62,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે પકડાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નાની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો આરોપી સમીર રસુલભાઈ પીલુડિયા રહે.ટંકારા, મૂળ રહે.પીઠડ તા.જોડિયા વાળા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.