Saturday - May 02, 2026

વાંકાનેરમાં ફેકટરીનો એકાઉન્ટન્ટ હિસાબમાં ગોટાળા કરી રૂ.56.59 લાખ હજમ કરી ગયો

વાંકાનેરમાં ફેકટરીનો એકાઉન્ટન્ટ હિસાબમાં ગોટાળા કરી રૂ.56.59 લાખ હજમ કરી ગયો


કંપનીના બેન્ક એકાઉન્ટ સાથે અન્ય બે ખાતા ઉમેરી મોટી રકમ ટ્રાન્સફર કરી નાખ્યાનો ભાંડાફોડ થતા ગુનો દાખલ

વાંકાનેર : વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આવેલ રીફેક્ટરીમાં કામ કરતા એકાઉન્ટન્ટે કંપનીના એકાઉન્ટ સાથે અન્ય બે બેન્ક એકાઉન્ટ એડ કરી ફેકટરીના રૂ.56.59 લાખ બન્ને એકાઉન્ટમાં જમાં કરાવી લઈ છેલ્લા પાંચ માસથી છેતરપિંડી કરતો હોય બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેરમાં આવેલ જૈનકો રીફેક્ટરી નામના કારખાનામાં કામ કરતા ફરિયાદી હર્ષદભાઈ હેમતરામ નિમાવત ઉ.વ.33 રહે. કાલિકાનગર, મોરબીએ આરોપી એવા ફેકટરીના એકાઉન્ટન્ટ જૈનમ પરેશભાઈ શાહ રહે.હાઉસિંગ બોર્ડ, મિલ કોલોની, વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી પરેશ કંપનીમાં એકાઉન્ટન્ટ હોય કંપનીના બેન્ક એકાઉન્ટ સાથે સેન્ટ્રલ બેન્ક તેમજ એસબીઆઈ બેંકના બે એકાઉન્ટ બેનિફિસીયરી તરીકે એડ કરાવી છેલ્લા પાંચ માસ દરમિયાન રૂ.56,59,793ની રકમ ઉપરોક્ત બન્ને બેંકના ખાતામાં જમાં કરાવી કંપની સાથે ઠગાઈ કરી હતી. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.