Sunday - May 17, 2026

“કેમ પૈસા માંગ માંગ કરે છે” કહી સીરામીક ઉધોગકાર અને મિત્રને ધોકાથી આડેધડ માર માર્યો

“કેમ પૈસા માંગ માંગ કરે છે” કહી સીરામીક ઉધોગકાર અને મિત્રને ધોકાથી આડેધડ માર માર્યો

મોરબી : મોરબીના સીરામીક ઉધોગકાર અને તેમના મિત્ર ઉપર 25 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે અજય લોરીયા સામે ખૂની હુમલો કર્યાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. નોંધાયેલી ફરિયાદ મુજબ સીરામીક ઉધોગકારે હાથ ઉછીના રૂ.25 લાખ આપ્યા બાદ અજયભાઈ લોરીયા પરત આપવાને બદલે સતત ખોટા વાયદા જ કરતા હોય છતાં તેઓએ ઉઘરાણી ચાલુ રાખતા અજયભાઈ લોરીયા સહિતના બે વ્યક્તિએ પૈસા આપવાને બહાને બોલાવીવ"કેમ પૈસા માંગ માંગ કરે છે” કહી સીરામીક ઉધોગકાર અને મિત્રને ધોકાથી આડેધડ માર માર્યો હતો. આથી બન્નેને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તો એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરી આ બનાવમાં ખરેખર સત્ય શુ છે ? તે બહાર લાવવા ઊંડી તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક લાલબાગ બંગલોઝ રોયલ મેનસનની સામે રહેતા મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલક શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજા (ઉ.વ.46)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજયભાઈ મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઘણા સમયથી તેઓએ હાથ ઉછીના 25 લાખ રૂપિયા અજયભાઈ લોરીયાને આપ્યા હતા અને તે પૈસા પાછા મેળવવા માટે તેઓએ પોતે પોતાના મોબાઈલ ફોનમાંથી અજયભાઈને ફોન કર્યો હતો અને રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં અજયભાઈએ સરદાર બાગ પાસે આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં તેને બોલાવ્યા હતા.આથી ફરિયાદી શેખરભાઈ તથા તેના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયા બંને ફરિયાદીની ઇનોવા ગાડી લઈને ત્યાં ગોડાઉનને ગયા હતા.
પરંતુ અજયભાઈ લોરીયા અને તેની સાથે એક અજાણ્યો વ્યક્તિએ ચોક્કસ ઈરાદા સાથે પ્રિપ્લાન ગોઠવ્યો જોય તેમ ત્યાં હાજર હતા. આરોપીએ પોતાની મર્સિડીઝ ગાડી નંબર 1414 વાળીમાંથી નીચે ઉતરીને પોતાની ગાડીમાંથી લોખંડના ખીલી વાળો ધોકો કાઢીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી “કેમ પૈસા માંગ માંગ કરે છે” કહી ફરિયાદીને લાકડાનો ધોકો શરીર ઉપર આડેધડ માર્યો હતો. તેથી તેમને બચ્યા છોડાવવા માટે થઈને પડેલ ફરિયાદીના મિત્ર જયેશભાઈને પણ માથામાં અને શરીરે લાકડાના ધોકા વડે મારમારીને ઈજા કરી હતી. દરમ્યાન જયેશભાઈને માથાના ભાગે લાકડાનો ધોકો મારેલ હોય તેને માથામાંથી લોહી નીકળતું હતું જેથી તે ગાડીમાં બેઠા હતા અને તેને ગાડીમાંથી કાંઠલો પકડીને બહાર કાઢ્યા હતા અને દરમિયાન તેનો સોનાનો ચેન અને સોનાનું પેન્ડલ પડી ગયેલ છે અને જયેશભાઈને હાથે પગે તથા છાતીના ભાગીને માસાના ભાગે મૂઢમાર મારીને ઇજાઓ કરી હતી.
 

“કેમ પૈસા માંગ માંગ કરે છે” કહી સીરામીક ઉધોગકાર અને મિત્રને ધોકાથી આડેધડ માર માર્યો

આટલું જ નહીં પરંતુ જયેશભાઈને અજયભાઈએ એવું કહ્યું હતું કે, “તું કેમ આની સાથે આવ્યો છો તને તો મારી નાખવો છે” તેવું કહીને લાકડાના ધોકા વડે તેઓને માથાના ભાગે જાનથી મારી નાખવાની કોશિશ કરીને ધોકા વડે માર માર્યો હતો આમ આ બનાવમાં ઈજા પામેલ ફરિયાદી તથા જયેશભાઈ બંને મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે થઈને ગયા હતા અને ફરિયાદીને બંને હાથમાં ફ્રેક્ચર તથા પગમાં અને વાસાના ભાગે મુંઢ ઇજાઓ થઈ હોવાનું અને જયેશભાઈ ને માથામાં ગંભીર ઇજા તથા હાથે પગે છાતી અને વાસાના ભાગે ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા શેખરભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય અજયભાઈ લોરીયાની સામે બીએનએસની કલમ 115 (2), 117 (2), 109, 352, 351 (2) અને જીપીએફની કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે