મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી કરવામાં આવી હતી. સાર્થક વિદ્યામંદિરમાં 22 ડિસેમ્બરે સવારે 8 થી 11 અને બપોરે 3 થી 6 ગીતાના 18 અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગીતા આરતી, પૂજન, ગીતા ધ્યાન, ગીતા પઠન અને મહાત્મ્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાના શાળાના સંચાલક, પ્રિન્સિપાલ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ડો.જયંતિભાઈ ભાડેશિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓછામાં ઓછા ત્રણ અધ્યાય બોલનારને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.