મોરબીના વીસીફાટક પાછળ ધોળેશ્વર સ્મશાન ગૃહ પાસે આવેલ શાંતિવન આશ્રમ ખાતે આગામી તા. 26 ડિસેમ્બરના રોજ કલ્યાણાનંદ ગુરુદેવ કેશ્વાનંદ બાપુ, શાંતિવન આશ્રમ દ્વારા
સદગુરુ કેશ્વાનંદ બાપુની 24મી પુણ્યતિથી ધર્મોલ્લાસભેર ઉજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુરુયાગ, મહાપ્રસાદ , સત્યનારાયણની કથા અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં લલિતાબેન ઘોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, પિયુષભાઈ મિસ્ત્રી,શૈલેષભાઇ રાવલ સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમનો તમામ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.