Monday - Jul 06, 2026

શ્રી હળવદ તાલુકાના શિવપુર પ્રાથમિક શાળામાં વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી

શ્રી હળવદ તાલુકાના શિવપુર પ્રાથમિક શાળામાં વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી

શ્રી હળવદ તાલુકાના શિવપુર પ્રાથમિક શાળામાં વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકામાંથી પધારેલ મહેમાન શ્રી એવી ખાનપરા પ્રિન્સિપાલ કૃષિ પોલીટેકનીકલ તેમજ પટેલ દિનેશભાઈ સી આર સી કોર્ડીનેટર ધનાળા એ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપીને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપીને આશીર્વાદ આપ્યા તેમજ શાળાની સિદ્ધિઓ વતી શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણને બિરદાવ્યા. તેમજ બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.
    ગામના પૂજ્ય શ્રી જગદીશ બાપુ તરફથી ધોરણ પાંચ થી આઠ ના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ રૂપે કુલ રકમ 12,254  ભેટ સ્વરૂપે આપવામાં આવી તેમજ આવતા સત્રમાં પણ ધોરણ પાંચ થી આઠ ના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને કુલ રકમ 17,100 જેવી રકમ ઇનામ સ્વરૂપે આપવાની જાહેરાત કરી હતી.તેમજ ગરીબ પરિવારની 30 દીકરીને દત્તક લઈને શિક્ષણની સાચી જવાબદારી નિભાવે છે

તેમજ સ્ટેશનરી કીટ એસએમસી સભ્ય શ્રી જીતેન્દ્રભાઈ વાધડીયા તરફથી ભેટ સ્વરૂપે આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા
શ્રી સુરેશભાઈ કોટડીયા તરફથી પણ શાળાના વિકાસ અર્થે 2600 રૂપિયાનું અનુદાન પણ મળેલ છે 
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં નંબર મેળવેલ બાળકોને  ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
શાળાના બાળકોને તિથિ ભોજન શ્રી રાજેશભાઈ જેઠલોજા તરફથી આપવામાં આવ્યું હતું.
અંતે Smc સભ્ય ગીતાબેન જેઠલોજાએ સરકારશ્રીની વિવિધ પરીક્ષાલક્ષી યોજનાથી ગ્રામજનોને વાકેફ કર્યા હતા.

શ્રી હળવદ તાલુકાના શિવપુર પ્રાથમિક શાળામાં વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી