Monday - May 25, 2026

પછાત વિસ્તારના બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરી લાડલી દીકરીના જન્મદિનની ઉજવણી

પછાત વિસ્તારના બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરી લાડલી દીકરીના જન્મદિનની ઉજવણી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દ્વારા દીકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મોરબીમાં સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડો. દેવેનભાઈ રબારીએ પોતાના જીવનના 2 અનમોલ અવસરોની ઉજવણી અતિશય પ્રેરણાદાયી અને પરમાર્થના માર્ગે કરી છે. આજરોજ તેમની વ્હાલસોયી દીકરી મનસ્વીના જન્મદિવસ અને પોતાના લગ્નની વર્ષગાંઠના પ્રસંગે તેઓએ 'યંગ ઇન્ડિયા ગ્રુપ'ની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવી હતી. આ અંતર્ગત સંસ્થાના "આપવાનો આનંદ" કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના વંચિત બાળકો સાથે ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી.

પછાત વિસ્તારના બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરી લાડલી દીકરીના જન્મદિનની ઉજવણી

આ મંગલમય દિવસે ડૉ. દેવેન રબારી અને તેમના પરિવારે ભપકાદાર ખર્ચાઓથી દૂર રહીને, સમાજના છેવાડાના શ્રમિક અને ગરીબ પરિવારોના બાળકોને ભાવતું ભોજન કરાવ્યું હતું. ચૈતન્ય સમાન અને ઈશ્વરનું રૂપ ગણાતા આ બાળદેવતાઓને તૃપ્ત કરી, તેમના ચહેરા પરનું નિર્દોષ સ્મિત જોઈને પરિવારે ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પવિત્ર કાર્ય થકી બાળમિત્રોના અંતરના આશીર્વાદ મેળવી દીકરી મનસ્વીના ભવિષ્યને સુરક્ષિત અને સંસ્કારી બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.
 
પછાત વિસ્તારના બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરી લાડલી દીકરીના જન્મદિનની ઉજવણી

આ પ્રસંગે ડૉ. દેવેન રબારીએ 'યંગ ઇન્ડિયા ગ્રુપ'ની વિચારધારાને બિરદાવતા જણાવ્યું હતું કે, "યંગ ઇન્ડિયા ગ્રુપ માત્ર એક સંસ્થા નથી, પણ મોરબીમાં સદભાવના, સમાનતા અને સેવાનો જીવંત ધબકારો છે. કોઈપણ નાત-જાતના ભેદભાવ વિના સમાજના પછાત વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમના જીવનમાં ખુશીઓ રંગવા માટે આ ગ્રુપ હંમેશા દીવાદાંડી સમાન કાર્ય કરે છે. 'આપવાનો આનંદ' એ માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ સમાજ પ્રત્યેની આપણી સંવેદનશીલતા પ્રગટ કરવાનું એક પવિત્ર માધ્યમ છે."

પછાત વિસ્તારના બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરી લાડલી દીકરીના જન્મદિનની ઉજવણી
પછાત વિસ્તારના બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરી લાડલી દીકરીના જન્મદિનની ઉજવણી