Wednesday - Aug 19, 2026

સિરામિક ફેકટરીમાં સેન્ટ્રીગ કામ કરતી વેળાએ પહેલા માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત

સિરામિક ફેકટરીમાં સેન્ટ્રીગ કામ કરતી વેળાએ પહેલા માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત

મોરબી નજીક આવેલા સરતાનપર રોડ પર બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મોટો સ્ટોન સિરામિક ફેકટરીમાં સેન્ટ્રીગ કામ કરતી વેળાએ પહેલા માળેથી નીચે પટકાતા મોરબીના કન્યા છાત્રાલય રોડ પર બુટાની વાડીમાં રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર ઉ.વ.39 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.