Wednesday - Jun 03, 2026

મોરબીમાં વૈભવી ખર્ચ ટાળી ગરીબ બાળકો સાથે બાળકના જન્મદિવસની ઉજવણી

મોરબીમાં વૈભવી ખર્ચ ટાળી ગરીબ બાળકો સાથે બાળકના જન્મદિવસની ઉજવણી

મોરબી : મોરબીમાં માનવતા અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ બીજાના ભલામાં પોતાનું ભલું માનીને જન્મદિવસની ખુશીઆ બાટ ને સે બઢતી હે ને યથાર્થ ઠેરવતી ઉજવણી કરવા માટે રોલ મોડલ બન્યું છે. આ સિલસિલો આગળ ધપાવવા ગ્રુપના સક્રિય સભ્ય મહેશભાઈ રબારીના પુત્ર 'રુદ્ર' ના જન્મદિવસની મોંઘીદાટ હોટલોમાં કે ખોટા ભપકા પાછળ ખર્ચ કરવાને બદલે સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર સ્મિત લાવીને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મોરબીમાં વૈભવી ખર્ચ ટાળી ગરીબ બાળકો સાથે બાળકના જન્મદિવસની ઉજવણી

રુદ્રના જન્મદિવસ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારના વંચિત અને પછાત વર્ગના માસૂમ બાળકો સાથે 'આપવાનો આનંદ અભિયાન' અંતર્ગત ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી. આ તકે આ તમામ બાળકોને તેમનો મનભાવતો અને પૌષ્ટિક અલ્પાહાર કરાવીને રાજી કરવામાં આવ્યા હતા. પોતાના જન્મદિવસની વૈભવી કે પાશ્ચાત્ય શૈલીમાં ઉજવણી કરવાને બદલે આ ગરીબ બાળકો વચ્ચે આવીને તેમના ચહેરા પર સ્મિત રેલાવી રુદ્ર અને રબારી પરિવારે સમાજ સમક્ષ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રેરણાદાયી ઉજવણી અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, હકીકતમાં બીજાનું ભલું કરીને અને એના ચહેરા પર જે સ્મિત રેલાય એનાથી આપણું અંતર મન ખુશ થાય એ જ સાચી ખુશી છે. આ રીતે જ અમારા ગ્રુપ દ્વારા દરેકના જન્મદિવસની બીજાને ખુશી આપી પોતે ખુશી અનુભવીને સમાજને ખરેખર સાચી ખુશી શેમાં રહેલી છે તેનો ભાવાર્થ પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ.