Thursday - Jul 02, 2026

“દીકરી શક્તિથી રાષ્ટ્ર શક્તિ” સાથે ખાખરેચીમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

માળિયા (મી): માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ, કન્યા પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા અને મિશ્ર પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજનથી 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ વર્ષની ઉજવણી માટે “દીકરીના પ્રણામ – દેશને નામ” થીમ પર સમાજમાં કન્યા શિક્ષણ, નારી ગૌરવ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો.

આ વિશેષ પ્રસંગે ગામની ઉચ્ચ શિક્ષિત દીકરી પ્રિયાંશીબેન મેવાડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. તેમના કરકમળે પરેડ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો,

ખાખરેચીના સરપંચ વનિતાબેન દિનેશભાઈ પારજીયા દ્વારા પ્રિયાંશીબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ પારજીયા, ઉપરાંત ઉપસરપંચ મેહુલભાઈ મેવાડા, ગ્રામ પંચાયત સભ્યો મુનાભાઈ પરમાર, ભાવેશભાઈ લાંઘણોજા, પિયુષભાઈ વિઠલાપરા તથા સામાજિક આગેવાન મનુભાઈ મેવાડા સહિત આમંત્રિત મહેમાનો, અને શાળાના આચાર્ય તેમજ તમામ સ્ટાફગણ,ગ્રામજનો અને વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,

આ પ્રજાસતાક કાર્યક્રમ દરમિયાન તમામ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, પિરામિડ, નાટકો અને “રાષ્ટ્રના વિકાસમાં નારી શક્તિ” વિષયક વક્તવ્યો રજૂ કરીને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ઝળહળી ઉઠ્યું  હતું.