Saturday - May 02, 2026

બાળકોને વૈભવી કારમાં સહેલગાહ અને ભોજન કરાવી વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી

બાળકોને વૈભવી કારમાં  સહેલગાહ અને ભોજન કરાવી વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી

યંગ ઇન્ડિયા ગ્રુપે વેલેન્ટાઇન ડે ની પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવી તહેવારો સાચી રીતે ઉજવણીનો મર્મ દિપાવ્યો

મોરબી : પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવાર વેલેન્ટાઈન ડે એ પ્રેમની અભિવ્યક્તિના નામે વ્યાપારીકરણ અને નર્યો દેખાડો જ કરાતો હોવાથી ખરેખર પ્રેમમાં ત્યાગ અને સમર્પણની ભાવના હોય એટલે પોતે નહિ બીજાની ખુશીમાં જ ખુશ થવાના ભારતીય મૂલ્યને ઉજાગર કરવા માટે મોરબીના ક્રાંતિકારી વિચારોનું અનુસરણ કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વેલેન્ટાઈન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી શાળાના સામાન્ય તથા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને વૈભવી કારમાં બેસાડી શહેરભરની સહેલગાહ કરાવી ભાવતા ભોજનીયા કરાવીને અને આ બાળકોને ભરપૂર આનંદ કરાવી ખરેખર બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાની મૂળ ભારતીય સંસ્કૃતિની ભાવનાને ઉજાગર કરી હતી.

બાળકોને વૈભવી કારમાં  સહેલગાહ અને ભોજન કરાવી વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી
બાળકોને વૈભવી કારમાં  સહેલગાહ અને ભોજન કરાવી વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી
બાળકોને વૈભવી કારમાં  સહેલગાહ અને ભોજન કરાવી વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી

વેલેન્ટાઈન ડેને “વાત્સલ્ય દિવસ”ની ઉજવણીમાં સરકારી શાળાઓમાં ભણતા સામાન્ય તથા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને શહેરભરમાં વૈભવી કારોમાં ફરવાની યાદગાર અનુભૂતિ કરાવવામાં આવી હતી. મોરબીના વિવિધ ઉદ્યોગકારો અને દાતાઓના સહયોગથી આશરે 50 જેટલી લક્ઝુરિયસ કારો આ સેવાકાર્યમાં જોડાઈ હતી. બાળકો માટે મોંઘી કારોમાં બેસીને હર્ષભેર ચિચિયારીઓ સાથે ફરવું માત્ર એક સફર નહોતું, પરંતુ જીવનભર યાદ રહે તેવી ખુશીની અદભુત ક્ષણ બની ગઈ હતી. આ આનંદયાત્રાનું પ્રસ્થાન શનાળા રોડ સ્થિત સ્કાય મોલ ખાતેથી થયા બાદ વિવિધ માર્ગો પર કારોમાં ફરી બાળકોએ સમગ્ર શહેરમાં પર ખુશીનું વાતાવરણ સર્જી દીધું હતું. આ અદભુત જૉય રાઈડ બાદ બાળકોને શહેરની પ્રતિષ્ઠિત હોટલમાં લઈ જઈને પ્રેમપૂર્વક મનપસંદ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી એ જણાવ્યું હતું કે, “પ્રેમનો સાચો અર્થ દેખાવમાં નહીં પરંતુ સંવેદનામાં છે. જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી ઉજવણી છે. જેને યંગ ઈન્ડિયા ગ્રુપે સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે.