મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજે 25 ડિસેમ્બર નાતાલની પશ્ચિમી પરંપરાને બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 1000 તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આજે સાર્થક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બિઝનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ.
બિઝનેસ કાર્નિવલમાં વધુ નફો મેળવવાના હેતુથી નહીં પરંતુ નવા નવા આઈડિયા જે ઇકો ફ્રેન્ડલી કહી શકાય તેવા ઉદ્યોગોનું કન્સેપ્ટ રજુ કરવામાં આવ્યો હતા.આ કાર્નિવલમાં કાપડ, ખાણી પીણી સહિતના કુલ 25 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા.સાથેસાથે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2015-16માં એડમિશન લીધું હોય અને 2021માં જેમને ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા 400 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.વર્ષ 2015માં સાર્થક વિદ્યા મંદિરની શરૂઆત થઈ ત્યારથી જ 25 ડિસેમ્બર નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેથી લોકો તુલસીનું આયુર્વેદિક મહત્વ સમજે તથા પ્રકૃતિ તરફ દોરાઈ એ માટે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2017થી જે વ્યક્તિઓ સ્વાસ્થ્ય બાબતે સેવાકીય કાર્ય કરતા હોય તેમને તુલસી સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 60 જેટલી સંસ્થા અને વ્યક્તિઓનું તુલસી સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું.