ઇન્ડ્સઇન્ડ બેંકનો ફ્રોડ મેસેજ કરતા વોટ્સએપ હેક થઈ ગયું : ચાર બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ ફરિયાદ
મોરબી : સાઇબર ગઠિયાએ ફરી એકવાર પ્રોત પ્રકાશયું છે. જેમાં મોરબીના રવાપર રોડ ઉપર મધરપાર્કમાં રહેતા મહિલાને બેંકના નામે વોટ્સએપ મેસેજ કરી સાયબર ગઠિયાએ વોટ્સએપ અને બેક એકાઉન્ટ હેક કરી તેમના બેંકમાં ખાતામાં રહેલા 5.50 લાખ ઉસેડી લઈને બેન્ક એકાઉન્ટ સાફ કરીને આ નવો જ ઓનલાઈન ફ્રોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ નવતર પ્રકાર ઓનલાઈન ફ્રોડ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સાઇબર ક્રાઈમ વિભાગે સાઇબર ગઠિયાનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર રોડ ઉપર મધરપાર્કમાં રહેતા ગૃહિણી રસિલાબેન સતિષભાઈ પનારા ઉ.37 નામના મહિલાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બંધનબેન્ક, એચસીએફસી બેન્ક, એનએસડીએલ પેમેન્ટ બેન્ક અને એચડીએફસી બેંકના ખાતા નંબરના આધારે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8 એપ્રિલના રોજ બપોરે તેમના વોટ્સએપમાં ઇન્ડ્સઇન્ડ બેંકનો એક મેસેજ આવ્યો હતો.જે મેસેજ ખોલતા જ તેમનું વોટ્સએપ હેક થઈ ગયું હતું.વધુમાં વોટ્સએપ હેક થવાની સાથે જ રસિલાબેનના ઇન્ડ્સઇન્ડ બેન્કમાંથી પણ પૈસા ઉપડી ગયા હતા. બાદમાં બેંકમાં જઇ તપાસ કરતા તેમની બચતના રૂપિયા 5.50 લાખ અલગ અલગ ચાર એકાઉન્ટમાં જમા થઈ જ્ઞાનું સામે આવતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડના આ બનાવમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ બેન્ક એકાઉન્ટ નંબરના આધારે આઇટી એકટ અને બીએનએસ એકટ મુજબ ગુન્હો નોંષી તપાસ શરૂ કરી છે.