Saturday - May 02, 2026

મોરબી અને ટંકારામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પ

મોરબી અને ટંકારામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પ

મોરબી : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોરબી વિધાનસભા અને ટંકારા વિધાનસભા મતદાર વિભાગમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 15, 16, 22 અને 23 નવેમ્બર 2025ના રોજ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી બુથ લેવન ઓફિસરો સંબંધિત મતદાન મથક ખાતે હાજર રહેશે.

ચાર દિવસ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ વિતરણ અને ફોર્મ ભરી પરત લેવા તેમજ વર્ષ 2002ની મતદારયાદીમાં નામ સર્ચ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 1-11-2025ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તો ફોર્મ નંબર 6 ભરી અચુક મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી લેવા જણાવાયું છે. આ ચાર દિવસ સવારે 9 થી બપોરે 1 કલાક સુધી મોરબી અને ટંકારા વિધાનસભા મતવિસ્તારના લોકોને પોતાના વિસ્તારના બુથ લેવલ ઓફિસરની મુલાકાત લેવા જણાવાયું છે.