Monday - May 04, 2026

મોરબીમાં પીએમ આવાસ યોજના અંતર્ગત ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા 19 અને 20 જૂને 3 સ્થળે કેમ્પ

મોરબીમાં પીએમ આવાસ યોજના અંતર્ગત ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા 19 અને 20 જૂને 3 સ્થળે કેમ્પ

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અન્વયે BLC ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીને કુલ 4 લાખની સહાય મળવાપાત્ર છે.


જે લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સ્થળ પર કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 19 જૂનના રોજ સવારે 10 થી 5 સુધી મહેન્દ્રનગર ગ્રામ પંચાયત ખાતે યોજાશે. 20 જૂનના રોજ સવારે 10 થી 5 સુધી મોરબીના બ્રહ્મા કુમારી હોલની બાજુમાં આવેલા મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલ ખાતે અને મોરબીના વાંકાનેર દરવાજા પાસેના મહાનગરપાલિકા ક્લસ્ટર 7 કચેરી, વિશ્વકર્મા બાલમંદિર ખાતે યોજાશે. તો આ કેમ્પનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.