આવતીકાલે વિશ્વ થાઈરોઇડ દિવસ હોય ત્યારે મોરબીની લોક ઉપયોગી અને દર્દીઓની સેવા માટે હર હમેશ તત્પર રહેતી સત્યમ હોસ્પિટલ થાઈરોઇડના દર્દીઓને મદદરુપ થવા અનોખી પહેલ લઈને આવી છે. જેમાં મોરબીની સત્યમ હોસ્પિટલ દ્વારા આવતીકાલે તા.25 મેં ના રોજ વિશ્વ થાઈરોઇડ દિવસ નિમિતે ખુશ્બુ હોસ્પિટલ સામે, સરદાર બાગ, શનાળા રોડ પર સત્યમ હોસ્પિટલમાં મોરબી ખાતે રાહતદરે થાઈરોઇડથી પીડાતા દર્દીઓ માટે મહત્વના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લીલા થાઈરોઇડ લક્ષણોમાં વજન વધતું, વધારે થાક લગાવો, કબજિયાત, સૂકી ત્વચા, વાળ વધુ ખરવા, ઠંડી સહન ન થવી તેમજ સૂકો થાઈરોઇડના લક્ષણોમાં વજન ઘટવું, વધુ પરસેવો થવો, હાઇબ્લડ પ્રેસર, ભીની ત્વચા. નબળા અને બરડ વાળ તેમજ સ્ત્રીઓમાં માસિકમાં અનિયમિતતા, કેલ્શિયમની ઉણપ, ગોઈટર, થાઈરોઇડ કેન્સર જેવા લક્ષણો ધરાવતા લોકોએ આ કેમ્પનો અવશ્ય લાભ લેવો, તેમજ થાઈરોઇડનો લોહીનો રિપોર્ટ, સીબીસી, સુગરની તપાસ, કેલ્શિયમની તપાસ, ઇસીજી તેમજ સર્જન ફિઝિશિયન દ્વાર રાહતદરે તપાસ કરવામાં આવશે.થાઈરોઇડ ગ્રંથી સોનાગ્રાફી પણ રાહતદરે કરવામાં આવશે તેથી થાઈરોઇડના દર્દીઓને આ સેવાનો લાભ લેવા આજે અને અત્યારે જ સત્યમ હોસ્પિટલ મો- 97952 22888ઉપર કોન્ટેક કરવો.