Tuesday - Jul 07, 2026

તા.20 સુધીમાં મચ્છુ ૨ ડેમનું કામ પૂર્ણ થતા પાણી પ્રશ્નનો ઉકેલ આવશે...કાંતિભાઈ

તા.20 સુધીમાં મચ્છુ ૨ ડેમનું કામ પૂર્ણ થતા પાણી પ્રશ્નનો ઉકેલ આવશે...કાંતિભાઈ

મોરબી:- મોરબી હાલ અનિયમિત પાણીનો પ્રશ્ન છે ત્યારે આ સમસ્યાઓ વચ્ચે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું છે કે, તારીખ 20 સુધીમાં મચ્છુ ૨ ડેમના દરવાજાનું કામ પૂર્ણ થઈ જશે તેથી પાણીના પ્રશ્નનું મહદ અંશે નિરાકરણ આવી જશે.
 

તા.20 સુધીમાં મચ્છુ ૨ ડેમનું કામ પૂર્ણ થતા પાણી પ્રશ્નનો ઉકેલ આવશે...કાંતિભાઈ

 તેઓએ વધુ જણાવ્યું કે ગયા વર્ષમાં આપણે મચ્છુ બે ડેમના પાંચ દરવાજા રિપેર કર્યા હતા. ત્યારે અઢીથી પોણા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, ત્યાર પછી હવે 15 કરોડના ખર્ચે ૩૩ દરવાજા રીપેર કરવામાં આવી રહ્યા છે આનું કામ તારીખ 20 સુધીમાં પૂરું થઈ જશે હાલ મોટરો દ્વારા પાણી અપાય છે એટલે પાણીમાં પ્રેશર ન હોવું અમુક મોટર બળી જવી સહિતના પ્રશ્નના કારણે પાણી વિતરણના પ્રશ્નો ઊભા થયા છે પણ આ પ્રશ્ન તારીખ 20 સુધીમાં હલ થઈ જશે.

બીજુ તેઓએ જણાવ્યું કે પાનેલી તળાવનો પ્રોજેક્ટ મંજુર થયો છે, અને આ તળાવમાંથી સામા કાંઠાને પાણી વિતરણ કરવામાં આવશે. જે પાણી વધશે તે મોરબી સિટીમાં પણ વિતરણ કરવામાં આવશે. આ માટે આગળની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે.