Tuesday - Jul 07, 2026

ભારત પાકિસ્તાન યુદ્ધને ધ્યાનમાં લઈને મોરબીમાં આજે રક્તદાન કેમ્પ.

ભારત પાકિસ્તાન યુદ્ધને ધ્યાનમાં લઈને મોરબીમાં આજે રક્તદાન કેમ્પ.

દેશ પ્રેમ માટે મોટી સંખ્યામાં મેડિકલ કોલેજ ખાતે રક્તદાનમાં ઉમટી પડવા હાકલ.

ભારત પાકિસ્તાન યુદ્ધને ધ્યાનમાં લઈને મોરબીમાં આજે રક્તદાન કેમ્પ.

મોરબી:- ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે લોહીની અછત ન સર્જાય તેના માટે મોરબીના રેલ્વે સ્ટેશન સામે આવેલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આજે તારીખ 9 ને શુક્રવારે સાંજના ૪ થી ૮ વાગ્યા દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.

 આ અંગે જણાવવાનું કે મોરબી જિલ્લો ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલો જિલ્લો છે, આ તકેદારીને ધ્યાને લઈને હોસ્પિટલ ખાતે ઇમરજન્સી કટોકટીને ધ્યાને લઈ ભારત દેશના હિત માટે જવાનો અને નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય, તે માટે તમામ સામાજિક અને સેવાકીય અને ધાર્મિક સંગઠનો તથા તમામ એસોસિએશન અને મોરબીના તમામ રાષ્ટ્રભક્ત નાગરિકો આગળ આવીને આ મહારક્તદાન કેમ્પમાં રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.