Sunday - May 03, 2026

ટંકારાના રામપરના બુઝુર્ગ પેશાબની કોથળી હાથમાં લઈ મતદાન કરવા પહોંચ્યા

ટંકારાના રામપરના બુઝુર્ગ પેશાબની કોથળી હાથમાં લઈ મતદાન કરવા પહોંચ્યા

 મોરબી જિલ્લામાં લોકશાહીને પર્વ ઉત્સાહભેર ઉજવાય રહ્યું છે. ખાસ કરી લોકોશાહીમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા વૃદ્ધો પોતાની તબિયતની કપરી સ્થિતિમાં પણ જાતે જ મતદાન કરવા પહોંચ્યા હતા. જેમા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મોટા રામપર ગામે રહેતા ગંભીરસિંહ અભેસિંહ ઝાલા હાલ 75 વર્ષની જૈફ વૈયની ઉંમરે વૃદ્ધા અવસ્થામાં શારીરિક તકલીફોનો ભોગ બન્યા હોય અને હાલ પથરીની બીમારી હોય પેશાબની કોથળી સાથે જ રાખવી પડી હોય એવી પરિસ્થિતિમાં પણ તેઓ આજે પોતાના  ઘરેથી હાથમાં પેશાબની કોથળી લઈ મતદાન મથકે પહોંચ્યા હતા અને તેઓએ ઉત્સાહભેર મતદાન કરીને અન્યોને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ મતદાન કરવાનો સંદેશ આપ્યો છે.