Saturday - Jun 13, 2026

મોરબીના પોશ વિસ્તારમાં ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર દરોડો, રૂ.7.20 લાખ સાથે 8 ની ધરપકડ

મોરબીના પોશ વિસ્તારમાં ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર દરોડો, રૂ.7.20 લાખ સાથે 8 ની ધરપકડ

એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે જુગારધામ ઝડપી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને રોકડા રૂપિયા 7.20 લાખ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી શહેરના રવાપર રોડ પર શક્તિ ટાઉનશીપમાં આવેલ આધ્યા હાઇટ્સમાં ફ્લેટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી રસીકભાઇ ગણેશભાઇ પટેલ, પ્રકાશભાઇ વશરામભાઇ પટેલ, ભરતભાઇ ગોરધનભાઇ સવસાણી, જેન્તીલાલ ગાંડુભાઇ ઠોરીયા, મીઠાલાલ મનજીભાઇ પટેલ, યોગેશભાઇ ભીમજીભાઇ અમૃતિયા, ગણેશભાઇ નરભેરામભાઇ પટેલ અને પ્રભુભાઇ સુંદરજીભાઇ ભાલોડીયાને રોકડા રૂપિયા 7.20 લાખ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.