Friday - Jul 03, 2026

બ્રેકિંગ : ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે મોરબીમાં

બ્રેકિંગ : ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે મોરબીમાં

સવારે કચ્છ બાદ સાંજે મોરબી જિલ્લામાં આવી લોકોની રજુઆતો સાંભળી નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે

મોરબી : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ગુરુવારે સાંજના સમયે મોરબી પધારી રહ્યા હોવાની તેમણે ખુદ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં જાણકારી આપી છે. હર્ષ સંઘવીએ સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં સવારે તેઓ કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. ત્યાંથી તેઓ સાંજે મોરબી જિલ્લામાં આવીને અરજદારોની રજુઆતો સાંભળીને નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપશે.તેમના આ પ્રવાસ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાશે. ગૃહમંત્રીના આગમનને લઈને ભાજપ છાવણીમાં તેમના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે. જ્યારે સ્થાનિક પોલીસ તંત્ર તેમની સુરક્ષાને લઈને તૈયારીમાં લાગ્યું છે.