Saturday - Nov 07, 2026

મોરબીમાં શિક્ષકોના હિતથી રાષ્ટ્રસેવા સુધીના મુદ્દે શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં મંથન

મોરબીમાં શિક્ષકોના હિતથી રાષ્ટ્રસેવા સુધીના મુદ્દે શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં મંથન

ત્રણ મહત્વના પ્રસ્તાવો પારિત, નવ નિયુક્ત કેળવણી નિરીક્ષકોનું સન્માન; સંગઠનના વિસ્તાર અને શિક્ષણના પડકારો અંગે ચર્ચા

મોરબી : શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ, શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારા અને રાષ્ટ્રહિતના કાર્યોને સંગઠિત રીતે આગળ વધારવાના સંકલ્પ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, મોરબી જિલ્લાની કારોબારી બેઠક નિલકંઠ વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જિલ્લાના પાંચેય તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ અને શિક્ષકોને સ્પર્શતા ત્રણ મહત્વના પ્રસ્તાવો પારિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માળિયા અને વાંકાનેર તાલુકાની નવી સંગઠન ટીમની જાહેરાત સાથે નવ નિયુક્ત કેળવણી નિરીક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

શિક્ષકો દ્વારા, શિક્ષકો માટે અને શિક્ષકોના હિતાર્થે કાર્યરત આ સંગઠન અખિલ ભારતીય સ્તરે આશરે 15 લાખ સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. કે.જી.થી પી.જી. સુધીના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા આ સંગઠન દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉપરાંત રાષ્ટ્રસેવાના કાર્યોમાં પણ યોગદાન આપવામાં આવે છે. સંગઠનની નિયમિત બેઠક વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્ય સાથે બેઠકનો પ્રારંભ થયો હતો. મહિલા ઉપાધ્યક્ષ કિરણબેન આદ્રોજાએ સરસ્વતી વંદના રજૂ કરી હતી. કાર્યક્રમના સંચાલક સંજયભાઈ ગઢવીએ ઉપસ્થિત કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું, જ્યારે જિલ્લા મંત્રી પ્રવીણભાઈ ધોળુએ અગાઉની બેઠકની કાર્યવાહીનું વાંચન કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રાંત પ્રચારક વિપુલભાઈ અઘારાએ ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકમાં અખિલ ભારતીય સ્તરે મંજૂર થયેલા ત્રણ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં ડિજિટલ સમાજ અને માનવીય મૂલ્યો અંગેનો પ્રથમ પ્રસ્તાવ નિરવભાઈ બાવરવાએ, જાહેર પરીક્ષા પદ્ધતિમાં વ્યાપક સુધારાની જરૂરિયાત અંગેનો બીજો પ્રસ્તાવ રાજુભાઈ ગોહિલે રજૂ કર્યો હતો. જ્યારે શિક્ષણ અને શિક્ષકોને લગતા મુખ્ય પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા સંબંધિત ત્રીજો પ્રસ્તાવ જયશ્રીબેન રાજકોટિયાએ વાંચ્યો હતો. આ ત્રણેય પ્રસ્તાવો પર ચર્ચા સાથે તેને પારિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ‘હમારા વિદ્યાલય, હમારા તીર્થ’ વિષય પર રમણિકભાઈ વડાવીયાએ વિસ્તૃત વિચારો રજૂ કર્યા હતા. મંડળ રચના અંગે કિરીટભાઈ દેકાવડિયાએ ચર્ચા કરી હતી. આગામી 7 ફેબ્રુઆરીએ અડાલજ ખાતે યોજાનારા એક દિવસીય અધિવેશનની વિગતો નવ નિયુક્ત પ્રાંત મહામંત્રી હિતેશભાઈ ગોપાણીએ આપી હતી. જિલ્લા સંગઠન મંત્રી કરસનભાઈ ડોડીયાએ સંગઠનના વિસ્તરણ અને આગામી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે દિનેશભાઈ વડસોલાએ સંગઠનના માધ્યમથી અત્યાર સુધી ઉકેલાયેલા શિક્ષકોના પ્રશ્નો અને સમસ્યાઓની વિગતો રજૂ કરી હતી.

બેઠક દરમિયાન તાજેતરમાં પ્રાંત મહામંત્રી તરીકે જવાબદારી સંભાળનાર હિતેશભાઈ ગોપાણીનું જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલાએ માળિયા અને વાંકાનેર તાલુકાની નવી ટીમની જાહેરાત કરી હતી. સંગઠનમાં નવી જવાબદારીઓ સંભાળનાર કાર્યકર્તાઓને પુસ્તકો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવ નિયુક્ત કેળવણી નિરીક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

અંતમાં નિરવભાઈ બાવરવાએ કલ્યાણ મંત્ર કરાવી બેઠકનું સમાપન કરાવ્યું હતું. આમ, જિલ્લા કારોબારી બેઠકમાં શિક્ષકોના હિતોના રક્ષણ, શૈક્ષણિક સુધારા, સંગઠન મજબૂતી અને રાષ્ટ્રસેવાના વિષયો પર વિસ્તૃત ચર્ચા સાથે નવી ટીમની રચના તથા ત્રણ પ્રસ્તાવોની મંજૂરી જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.