મોરબી : મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના ઉત્કર્ષ અને લાગણીઓને વાચા આપવા માટે એક વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓના વડીલો માટે સન્માન સમારોહ યોજાશે.
જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયાના તમામ બ્રહ્મ સમાજના એવા બ્રહ્મ બંધુઓ કે જે વિધવા કે વિધુર હોય અને જેમને 75 વર્ષ તા. 01-04-2026 સુધીમાં પૂર્ણ થતા હોય, તેમજ જે દંપતીઓએ લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા તમામનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે ઈચ્છુક લોકોએ આધાર કાર્ડ સાથે તા. 01-04-2026 સુધીમાં સમાજના હોદ્દેદારોનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સન્માન કાર્યક્રમની તારીખ અને સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે.