મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયા મીંયાણા ઓનેસ્ટ હોટલ પાસે બોલેરો ગાડીમા દયનીય અને ક્રુરતાપૂર્વક હાલતમા ભરેલ ૭ (જીવ) પાડા સાથે બે શખ્સોને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયા હતા.
માળીયા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા મીં. ઓનેસ્ટ યેક હોટલ પાસે કચ્છ મોરબી હાઈવે ઉપર આવતા એક સફેદ કલરની બોલેરો ગાડી બોલેરો ગાડી નં. જી.જે-૧૨-સીટી ૮૩૯૯ ના ઠાઠામાં નાના મોટા પાડાઓ નંગ ૭ (સાત)ને ભરવા પુરતી જગ્યા ન હોય અને પાડાઓને પીડા યાત્ના પહોચે તે રીતે ગાડીના ઠાઠામા ઠસોઠસ ભરી દયનીય હાલતમા ક્રુરતા પુર્વક રાખી પાડાઓ માટે પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા નહી રાખી પાડાઓને ભૂખમરી અને વગર પાણીના કારણે પીડાઓ યાત્ના પહોચે તે રીતે ભરી નીકળેલ હોય જે પાડા જીવ ૦૭ ની કીંમત રૂ. ૨૧,૦૦૦ ના મુદ્દામાલ સાથે અનવરભાઈ અબ્દુલેમાન શેખ ઉ.વ.ર૯ રહે શેખ વાંઢ ડુમાન્ડો ભીરીન્દર તા ભુજ જી કચ્છ તથા સકલીન હાજી રાયધણ જત (ઉ.વ ૨૫) રહે સવાણીવાઢ સેરાડા મોટા ભગાડીયો તા ભુજ જી. કચ્છવાળાને ઝડપી પાડી તેમજ બોલેરો ગાડી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.