Monday - Aug 17, 2026

મોરબી નજીક ફેકટરીમાં પતરા ચડાવતી વખતે ઉંચાઈથી પડી જતા શ્રમિકનું મોત

મોરબી નજીક ફેકટરીમાં પતરા ચડાવતી વખતે  ઉંચાઈથી પડી જતા  શ્રમિકનું મોત

મોરબી શહેરના ભડિયાદ નજીક આવેલ મિલેનિયમ વિટરીફાઇડ સિરામિક ફેકટરીમાં શેડ ઉપર પતરા ચડાવતી વખતે દિનેશભાઇ લધુભાઈ વરાણીયા ઉ.43 રહે.ત્રાજપર, મોરબી વાળા અકસ્માતે ઉંચાઈ ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.