હળવદ : અમદાવાદ - માળીયા હાઇવે પર હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે બોલેરો પિકઅપ વાહનનું ટાયર ફાટતા ગાડી ડિવાઈડર કુદાવી સામેની સાઈડ જતી રહેતા વિચિત્ર અકસ્માત સર્જાતા બોલેરો ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
અમદાવાદ - માળીયા હાઇવે પર હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ નવજીવન વિકલાંગ આશ્રમ નજીક જીજે - 27 - ટીટી - 4663 નંબરની બોલેરો પિકઅપ ગાડી લઈને જઈ રહેલા સુરેન્દ્રનગરના વઢવાણના રહેવાસી કરશનભાઈ રેવાભાઈ બોળીયા ઉ.34ની બોલેરો ગાડીનું આગળનું ટાયર ફાટતા બોલેરો ગાડી ડિવાઈડર કૂદી સામેથી આવતા જીજે - 12 - બીઝેડ - 6899 નંબરના ટ્રક ટ્રેઇલર સાથે અથડાતા કરશનભાઈનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.