લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને કોમનમેન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને કોમનમેન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. 27 સપ્ટેમ્બરના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. લાયન્સ ક્લબના ચાર્ટર્ડ મેમ્બર સ્વ. હિંમતલાલ કેશવજીભાઈ પંડિત (C.A.)ની સ્મૃતિમાં યોજાયેલા આ કેમ્પમાં 58 લોકોએ રક્તદાન કર્યું હતું.
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ અંતર્ગત યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબના પ્રોજેક્ટ ચેરમેન ડો. રવિન્દ્ર ભટ્ટ, વિક્રમભાઈ દફતરી, પ્રમુખ સચિન કોટેચા, સેક્રેટરી અલ્પેશભાઈ પુજારા તેમજ કોમનમેન ફાઉન્ડેશનના ડો. સતિષભાઈ પટેલ, ચંદ્રસાલાસાહેબ અને ધરતીબેન બરાસરાએ જહેમત ઉઠાવી હતી.