મોરબી : જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી,GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા,ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા,એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દિપક બાવરવા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ પરમારે દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુક્યો હતો અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરી લોકોને બહોળી સંખ્યામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે હાકલ કરી હતી. આ કેમ્પમાં લાલપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ.કુલ ૪૦ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ,લેબ.ટેક.સેતાભાઈ,તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા, મેડીકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયા,આયુષ મેડીકલ ઓફિસર ડો.જયેશભાઈ રામાવત, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપક વ્યાસ,તેમજ પ્રા.આ.કેન્દ્ર લાલપરના આરોગ્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી.