Tuesday - Apr 28, 2026

હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવમાં બેઠક વ્યવસ્થા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા

હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવમાં  બેઠક વ્યવસ્થા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા

સરકારી કાર્યક્રમ હોવા છતાં મહિલા હોદ્દેદારોના પતિને તથા ભાજપ સંગઠનના નેતાઓને બેસાડ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ

હળવદ : હળવદના નવા ઇસનપુર ગામે આજે કૃષિ મહોત્સવ દરમિયાન સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થાને લઈને ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ આમને સામને આવી ગયા હતા. તેઓ દ્વારા ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવમાં  બેઠક વ્યવસ્થા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા
હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવમાં  બેઠક વ્યવસ્થા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થાને કઈ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હળવદ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા મહિપાલસિંહ અને હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલાએ એવી દલીલ કરી હતી કે સ્ટેજ ઉપર મહિલા હોદ્દેદારોના પતિઓને તથા ભાજપના સંગઠનના નેતાઓને બેસાડવા યોગ્ય નથી. કારણકે આ સરકારી કાર્યક્રમ છે. ત્યારબાદ કોંગ્રેસ અગ્રણીઓએ સ્ટેજ નીચે બેસીને વિરોધ પણ નોંધાવ્યો હતો.