ટંકારા: ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં પોષણ માસ અને ગણેશોત્સવ નિમિત્તે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બિસ્કિટ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 6 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 20 બાળકોએ બે રાઉન્ડમાં ભાગ લીધો હતો અને સૌથી વધુ બિસ્કિટ ખાનારા 3 બાળકો વિજેતા બન્યા હતા.
પ્રથમ: કૈડા અમન અભરામભાઈ (30) બિસ્કિટ ખાઈને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.
દ્વિતીય: વરુ રોનક બાબુભાઈ (28) બિસ્કીટ ખાઈને બીજો નંબર હાંસલ કર્યો હતો.
તૃતીય: વરુ જ્હાનવી અનિલભાઈ એ (27) બિસ્કીટ ખાઈને ત્રીજો નંબર હાસિલ કર્યો હતો.
કાર્યક્રમના અંતે આચાર્ય હરેશભાઈ માણાવદરિયા તથા અન્ય શિક્ષકો દ્વારા બાળકોને સમતોલ આહાર અને સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું સફળ આયોજન જી.એમ. સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દેવજીભાઈ પડસુંબિયા,મહેશભાઈ વીસપરા,જયસુખભાઈ ,રાજેશભાઈ વાધરિયા,દિનેશભાઈ મેંદપરા,પારૂલબેન અંબાણી અને શિલ્પાબેન દ્વારા આહાર અને આરોગ્ય વિષય ઉપર રસપ્રદ માહિતી આપવામાં આવી.બાળકોએ ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આ કાર્યક્રમને માણ્યો. આ સુંદર સ્પર્ધાનું આયોજન જી.એમ. સાંચલા એ કર્યું હતું.