મોરબી-માળીયામાં આગવી વાંકછટાથી ઘરેઘરે જાણીતા લોકપ્રિય એવા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો આજે જન્મદિવસ છે.તેઓ મોરબીમાં છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય રહીને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવી વિકાસ માટે આજે પણ અગ્રેસર રહ્યા છે. મોરબી માળીયાના કોઈપણ પ્રશ્ને હમેશા તેઓ આગળ રહીને લોકોના પ્રશ્નો ઉકેલવાની મથામણ કરી રહ્યા છે. તેથી લોક લાડીલા બનેલા મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમની જિંદગીના 63 વર્ષ પૂર્ણ 64માં વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. આથી તેમના જન્મદિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આર.બી. ન્યુઝ પરિવાર પણ જન્મદિવસની ખૂબ જ અંતઃકરણથી શુભેચ્છા પાઠવે છે.