Monday - May 11, 2026

વાંકાનેર - ચોટીલા હાઇવે ઉપર ટેન્કર પાછળ ટ્રક અથડાયા બાદ ડિવાઈડર સાથે અથડાતા ટ્રક ચાલકનું મૃત્યુ

વાંકાનેર - ચોટીલા હાઇવે ઉપર ટેન્કર પાછળ ટ્રક અથડાયા બાદ ડિવાઈડર સાથે અથડાતા ટ્રક ચાલકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર - ચોટીલા હાઇવે ઉપર પુરપાટ ઝડપે ટ્રક ચલાવી ટેન્કર સાથે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાયો હતો.આ અકસ્માતમાં બિહારના વતની ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

વાંકાનેર - ચોટીલા હાઇવે ઉપર એનએલ - 01 - એડી - 1849 નંબરના ટ્રક ચાલક રાજીવકુમાર ગીરીશકુમાર યાદવે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે હંકારી આગળ જતાં જીજે - 39 - ટી - 4815 નંબરના ટેન્કર પાછળ અથડાવી અકસ્માત સર્જ્યો હતો. બાદમાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ટ્રક ચાલક રાજીવકુમારનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે ટેન્કર ચાલક અર્જુનકુમાર રાધેશ્યામ પટેલ રહે.ઉત્તરપ્રદેશ વાળાની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.