મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આજના ડિજિટલ યુગમાં પણ પરોપકારી કાર્યો માટે આજેય પણ નાટયકલા જીવંત રહી છે. આથી મોરબીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના પર્વ ઉપર પોરોણીક નાટકો ભજવાયા હતા અને આ નાટકો થકી સેવાકાર્યો માટે લાખોનું ભંડોળ એકત્ર થયું હતું. મોટાભાગે ગૌસેવા માટે યોજાયેલા આ નાટકોથી ગામની ગૌશાળાઓ માટે એક વર્ષ સુધી ઘાસચારો ચાલે તેટલું એટલે કે લાખો રૂપિયાનું દાન એકત્ર થયું છે. મોરબીના બીલીયા ગામે
ઉમીયા યુવકમંડળ દ્વારા ભવ્ય નાટક વીર અેભલવાળો અને સતીસાઇ નામનુ નાટકનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ નાટક જોવા આસપાસના હજારો લોકો ઉમટી પડ્યા હતા અને સેવાકાર્યો માટે ફૂલ નહિ તો ફૂલની પાખડીની ફાળો આપ્યો હતો. આ ગામની અંદર રામજી મંદિર તેમજ અન્ય સેવાકાર્ય માટે ફાળો અેકત્રીત કરવામા આવ્યો હતો અને
આશરે રૂ. 2.50 લાખ જેવો ફાળો થયો હતો.