દિવળીનો તહેવાર લોકોનાં જીવનમાં તેમજ તેમના ઘરમાં ખુશીઓ તેમજ પ્રકાશ લઈને આવતો હોય છે. દિવાળીના તહેવારમાં લોકો નવા કપડાં, નવા વાસણો અને નવા ઘરેણાંની ખરીદી કરતાં હોય છે. જો કે, ઘણાં ગરીબ પરિવાર એવા પણ હોય છે કે જેમના ઘરે દિવાળીના તહેવારમાં ખુશીઓ આવતી નથી ત્યારે મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રમાબેન ગડારા અને તીર્થ મહિલા વિકાસ ચેરી ટેબલ ટ્રસ્ટ ના બેનો એ ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી.

મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રમાબેન ગડારા દ્વારા તીર્થ મહિલા વિકાસ ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીના રવાપર ઘુનડા રોડ, નિર્મળસ્કૂલ ,ઉમિયા સર્કલ ,નવલખી રોડ વિસ્તારમાં વસતા 200થી વધુ લોકોને મીઠાઈ અને ફટાકડા વિતરણ કરવામા આવ્યા હતા . તીર્થ મહિલા વિકાસ ચેરી ટેબલ ટ્રસ્ટ ગરીબ લોકોની દિવાળીમાં ખુશીઓના રંગ ભરવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


આ સેવાકાર્યમાં તીર્થ મહિલા વિકાસ ચેરી ટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમાબેન ગડારા ,મીનાબેન દેત્રોજા, ભાનુંબેન ભૂત શિવીબેન જીવાણી , જલ્પા બેન ઘોડાસર દ્વારા વિતરણ કરવામાં આવ્યું
