મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર ઉમિયા સર્કલ નજીક ઉમિયાનગરમાં જવા માટે રસ્તો ક્રોસ કરી રહેલા બાઈક ચાલક હરજીવનભાઈ ડાયાભાઇ કલાવડીયા ઉ.વ.73ના બાઈકને નવા બસસ્ટેન્ડ તરફથી આવતી સફેદ કલરની કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં હરજીવનભાઈ અને બાઈક પાછળ બેઠેલા તેમના પત્ની લાભુબેનને શરીરે ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ કાર ચાલક નાસી જતાએ હરજીવનભાઈએ અજાણી કારના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.