મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા અલ્પેશભાઈ જયંતીભાઈ નિમાવતના ઘર પાસે પાર્ક કરેલું તેમનું રૂપિયા 20 હજારનું બાઈક તા.25 – 07 – 2024ના રોજ ચોરાઈ જતા ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં મોરબીના રફાળેશ્વર ગામે રહેતા જગદીશભાઈ નટવરલાલ જાનીનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક ગત તા.25 ફેબ્રુઆરીના રોજ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા પોલીસે ગુન્હો નોંધ્યો છે. બન્ને ચોરીના બનાવ જુના હોય ગુન્હો નોંધાતા વાહન ચોર પોલીસની હાથવેંતમાં હોવાનું મનાઇ રહ્યું છે.