અકસ્માત બાદ બાઈક ઉછળીને એક્સેસ સાથે અથડાતા દંપતી ઇજાગ્રસ્ત
વાંકાનેર : વાંકાનેર - રાજકોટ રોડ પર બે દિવસ પહેલા રાત્રીના સમયે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બાઈક ચાલક રોંગ સાઈડમાં આવી થાંભલા સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.બાદમાં બાઈક ઉછળી અન્ય એક એક્સેસ મોટર સાયકલ સાથે અથડાતા દંપતીને ઇજાઓ પહોંચી હતી.
વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ જીવણભાઈ ટુડિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.6ના રોજ તેઓ તેમના પત્ની સાથે રાજકોટ તરફથી વાંકાનેર આવતા હતા ત્યારે અમરસર ફાટક નજીક રાજકોટ ડેરી પાસે જીજે - 36 - બીસી - 0006 નંબરનો બાઈક ચાલક રોંગ સાઈડના ધસી આવી વીજ થાંભલા સાથે અથડાયો હતો. બાદમાં બાઈક ઉછળીને ફરિયાદીના એક્સેસ સાથે અથડાતા હસમુખભાઇ અને તેમના પત્નીને ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.