મોરબી : મોરબી શહેરના ગ્રીનચોક નજીક હનુમાન શેરીમાં આવેલ ઘોડા ફળીમાં રહેતા અને કલરશોપ ચલાવતા વિરાજભાઈ નવનીતભાઈ દફ્તરી ઉ.વ.40 નામના યુવકે પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગઈકાલે બપોરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ધંધામાં પૈસાની તંગી અનુભવતા હોવાથી અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. હાલમાં એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.