મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા અને હાલમાં માથક માવતરે રહેતા ફરિયાદી સોનલબેન વાઘજીભાઈ રાઠોડ ઉ.વ.26 નામના પરિણીતાને દહેજ બાબતે પતિ ભરતભાઇ બાબુભાઇ ચાવડા, સાસુ લીલાબેન બાબુભાઇ ચાવડા અને મોટા સસરા પરસોતમ ડાયાભાઈ ચાવડા રહે.તમામ ગુજરાત સોસાયટી, વીસીપરા વાળાઓએ લગ્ન જીવન દરમિયાન મેણા ટોણા મારી એસિડ પીવા મજબૂર કરતા ઘટના અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.