મોરબી નજીક બહાદુરગઢ ગામના પાટિયા પાસે હાઇવે ઉપર એક ટેન્કરે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી - માળીયા(મીં) નેશનલ હાઇવે ઉપર બહાદુરગઢ ગામના પાટીયા પાસે શેરેપંજાબ હોટલ સામે રોડ પર અમુભાઇ જેસંગભાઇ ધ્રાંગા પોતાનું સ્પલેન્ડર બાઇક નં-GJ-03-CF-8203 લઈને જતા હતા. ત્યારે GJ-12-AW-9504 નંબરના ટેન્કરે બાઇકને હડફેટે લેતા અમુભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ટેન્કર ચાલક ટેન્કર ત્યાં મૂકીને નાસી ગયો હતો. આ મામલે મૃતકના પુત્ર કાર્તિકભાઇ અમુભાઇ ધ્રાંગાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.