Monday - May 04, 2026

હળવદમાં બંદૂક બતાવીને પતાવી દેવાની ધમકી અપાઈ

હળવદમાં બંદૂક બતાવીને પતાવી દેવાની ધમકી અપાઈ

હળવદમાં બે શખ્સોએ બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ મથક ખાતે રણછોડભાઇ ઓધવજીભાઇ ચાવડા ઉ.વ.૫૦ રહે. કૃષ્ણનગર હનુમાનજીના મંદિર પાસે, હળવદવાળાએ પંકજ ચમનભાઇ ગોઠી રહે હળવદ કણબીપરા અને મેહુલ ઉર્ફે મેરૂ પ્રેમજીભાઇ દલવાડી રહે. હળવદ કણબીપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે હળવદમાં મોરબી દરવાજા,પટેલ વાડી પાસે આવેલ ભગવતી પાન નામની દુકાન પાસે તેઓ દયારામભાઈ સાથે ઉભા હતા. તે વેળાએ આરોપી પંકજભાઇ તથા તેનો મિત્ર મેહુલભાઇ ઉર્ફે મેરૂભાઇ દલવાડી બન્નેએ દયારામભાઇને બંદુક જેવુ હથીયાર બતાવી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદના આધારે બન્ને શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.