હળવદ : હળવદ હાઇવે પર ધ્રાંગધ્રા ચાર રસ્તા નજીક ગત તા.4 માર્ચના રોજ જીજે 12 બીઝેડ 2264 નંબરના બોલેરો ચાલકે જીજે 03 બીકે 8504 નંબરના બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં બાઈક પાછળ બેઠેલા હમીરભાઈ નામન વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું સાથે જ બોલેરોમાં બેઠેલા વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ઈંદ્રિશભાઈ રસુલભાઈ માણેક રહે.જીઆઇડીસી, હળવદ વાળાએ બોલરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.