Saturday - Oct 03, 2026

વાંકાનેરમાં જમાતખાનામાં જમવા બેસવા મામલે બબાલ

વાંકાનેરમાં જમાતખાનામાં જમવા બેસવા મામલે બબાલ


વાંકાનેર : પવિત્ર રમઝાન મહિનામાં વાંકાનેર ખાતે આવેલ વોરા સમાજના જમાતખાનામાં ગઈકાલે રાત્રીના સમયે જમવા બેસવા મામલે ફરિયાદી હુસેનભાઈ મહંમદહુસેન વેદ ઉ.વ.39 નામના યુવાન સાથે આરોપી મુરતુજા મુસ્તકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથીએ ઝઘડો કરી દાઢી ખેંચી લઈ આંગળીમાં બટાકા ભરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.