મોરબી : પવિત્ર શ્રાવણ માસના ઉપલક્ષ્યમાં મોરબી સ્થિત શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી શ્રાવણ વદ તેરસના પાવન અવસરે, એટલે કે તા.9/9/2026 ને બુધવારના રોજ ભવ્ય (મહાપ્રસાદ) ભંડારોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે સવારે 11:30 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થશે. "મહાદેવની ભક્તિમાં એક દિવસ એવો પણ આવે, જ્યારે ભક્તિ સાથે પ્રસાદનો આનંદ સૌને સાથે માણવાનો અવસર મળે." આ ભાવના સાથે, તમામ શિવભક્તોને શોભેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શોભેશ્વર મહાદેવ મંદિરના મહંત હિરાગીરી બાપુ અને મહંત જીજ્ઞેશપુરી બાપુની નિશ્રામાં યોજાશે.